ફિલ્મ નિર્માતા સુભાષ ઘાઈ અને મુક્તા ઘાઈના લગ્નની વર્ષગાંઠની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. 

આ પ્રસંગે સુભાષ ઘાઈ અને મુક્તા ઘાઈ સાથે માધુરી દીક્ષિત, સંજય દત્ત અને જેકી શ્રોફ પણ જોવા મળ્યા હતા.

આ પ્રસંગે માધુરી દીક્ષિત તેના પતિ ડોક્ટર શ્રીરામ નેને સાથે પહોંચી હતી 

બ્લેક એન્ડ વ્હાઇટ ઓફ શોલ્ડર ગાઉન માં ધક ધક ગર્લ માધુરી દીક્ષિત ખુબજ સુંદર લાગતી હતી.  

આ દરમિયાન માધુરી ના પતિ શ્રીરામ નેને એ જેકી શ્રોફ, સુભાષ ઘાઈ અને અનુપમ ખેર સાથે સેલ્ફી પણ લીધી હતી 

સુભાષ ઘાઈ અને મુક્તા ઘાઈના લગ્નની વર્ષગાંઠના અવસર પર સંજય દત્ત પણ જોવા મળ્યો હતો. 

આ પ્રસંગે ખલનાયક ની ટીમે સુભાષ ઘાઈ સાથે ફોટો ક્લિક કરાવ્યો હતો 

સુભાષ ઘાઈએ વર્ષ 1970માં મુક્તા ઘાઈ સાથે લગ્ન કર્યા હતા. તેમના લગ્નને 53 વર્ષ થઈ ગયા છે.