કિયારા અડવાણી આજે બોલિવૂડની ટોચની અભિનેત્રીઓમાંની એક છે. તે આજે તેનો 32મો જન્મદિવસ ઉજવી રહી છે
અભિનેત્રીનો જન્મ 31 જુલાઈ 1991ના રોજ મુંબઈમાં થયો હતો. કિયારા ના પિતા જગદીપ અડવાણી એક બિઝનેસમેન છે અને તેની માતા મિશાલ એક સંગીતકાર છે
કિયારાએ કેશાડ્રેલ અને જ્હોન કેનન સ્કૂલમાંથી સ્કૂલિંગ કર્યું અને જય હિંદ કોલેજમાંથી માસ કોમ્યુનિકેશનમાં સ્નાતકની ડિગ્રી મેળવી
અભિનેત્રીનું સાચું નામ આલિયા અડવાણી છે. ફિલ્મમાં આવવા માટે કિયારા અડવાણીએ પોતાનું નામ બદલી નાખ્યું. સલમાન ખાને પણ તેને નામ બદલવાનું સૂચન કર્યું હતું, કારણ કે ઇન્ડસ્ટ્રીમાં આલિયા ભટ્ટ પહેલેથી જ છે.
અભિનેત્રીએ તેની કારકિર્દીની શરૂઆત વર્ષ 2014માં ફગલી ફિલ્મથી કરી હતી. જોકે આ ફિલ્મ ફ્લોપ રહી હતી. બે વર્ષ બાદ કિયારાને ફિલ્મ એમએસ ધોની ધ અનટોલ્ડ સ્ટોરીમાં તક મળી
ફિલ્મ શેરશાહ દરમિયાન કિયારા અને સિદ્ધાર્થ ની લવ સ્ટોરી ની શરૂઆત થઇ હતી. સિદ અને કિયારાએ એકબીજાને ડેટ કર્યા બાદ 7 ફેબ્રુઆરી 2023માં લગ્ન કર્યા હતા
અભિનેત્રીની નેટવર્થની વાત કરીએ તો રિપોર્ટ્સ અનુસાર, કિયારા એક ફિલ્મ માટે 4 થી 5 કરોડ રૂપિયા લે છે. આ સિવાય તે કોઈપણ એન્ડોર્સમેન્ટ માટે લગભગ 2 થી 3 કરોડ રૂપિયા લે છે.
રિપોર્ટ મુજબ, અભિનેત્રી 41 કરોડની સંપત્તિની માલિક છે. અભિનેત્રી પાસે ઘણા મોંઘા વાહનો પણ છે. કિયારા પાસે મુંબઈમાં એક આલીશાન ઘર છે, જેની કિંમત 15 કરોડ હોવાનું કહેવાય છે.