ગોડ ગ્રીક ના નામે ઓળખાતો અભિનેતા રિતિક રોશન આજે તેનો 50 મોં જન્મદિવસ ઉજવી રહ્યો છે 

રિતિક રોશને વર્ષ 2000માં આવેલી ફિલ્મ 'કહો ના પ્યાર હૈ'થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું.

એક્ટર બનતા પહેલા રિતિકે તેના પિતા રાકેશ રોશનને આસિસ્ટ કર્યો હતો. તેણે તેના પિતા સાથે આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કર્યું.

રિપોર્ટ્સ અનુસાર, રિતિક રોશન કુલ 3000 કરોડ રૂપિયાની સંપત્તિનો માલિક છે. 

રિતિક એક ફિલ્મ માટે ઓછામાં ઓછા 35 થી 70 કરોડ રૂપિયા લે છે. ફિલ્મો સિવાય રિતિક એન્ડોર્સમેન્ટ અને જીમમાંથી પણ કમાણી કરે છે. 

મીડિયા રિપોર્ટ અનુસાર રિતિક એક એડ માટે આઠથી દસ લાખ રૂપિયા લે છે.

રિતિક રોશન પાસે બે લક્ઝરી એપાર્ટમેન્ટ પણ છે. તે જુહુ-વર્સોવા લિંક રોડ મુંબઈમાં છે. તેની કિંમત લગભગ 100 કરોડ રૂપિયા છે.

રિપોર્ટ્સ અનુસાર રિતિક  પાસે દસથી વધુ મોંઘી કાર છે. અભિનેતા પાસે રોલ્સ રોયસ ઘોસ્ટ સિરીઝ 2 છે, જેની કિંમત રૂ. 7 કરોડ છે. આ સિવાય તેની પાસે ઓડી, મર્સિડીઝ અને પોર્શે જેવી બ્રાન્ડના વાહનોનું કલેક્શન છે.