પરદેસ ફિલ્મથી બોલિવૂડમાં પોતાની ઓળખ બનાવનાર અભિનેત્રી મહિમા ચૌધરી 13મી જુલાઈએ પોતાનો 50મો જન્મદિવસ ઉજવી રહી છે. 

મહિમા ચૌધરીનો જન્મ પશ્ચિમ બંગાળના દાર્જિલિંગમાં થયો હતો. જ્યાં તે રીતુ ચૌધરી તરીકે ઓળખાતી હતી. 

બાળપણથી જ એક્ટિંગનો શોખ ધરાવતી મહિમા ચૌધરીએ વીજે તરીકે કામ કરવાનું શરૂ કર્યું. જોકે, સુભાષ ઘાઈએ તેને ફિલ્મોમાં બ્રેક આપ્યો 

મહિમા ચૌધરીએ 1997માં આવેલી ફિલ્મ 'પરદેશ'માં શાહરૂખ ખાન સાથે જોડી બનાવી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઈ હતી 

1999 માં, દિલ ક્યા કરેના શૂટિંગ દરમિયાન, માર્ગ અકસ્માતમાં મહિમા ચૌધરી ગંભીર રીતે ઘાયલ થઈ હતી. તેના ચહેરા પર કાચના 67 ટુકડા ફસાઈ ગયા હતા. 

મહિમા ચૌધરી ઘાયલ થયા બાદ અજય દેવગણે તેને ઘણો સપોર્ટ કર્યો હતો. આ મુશ્કેલ સમયમાં અભિનેતા એ સાથ આપ્યો હતો. 

છેલ્લા કેટલાક વર્ષો મહિમા માટે ખૂબ જ મુશ્કેલ હતા. કારણ કે અભિનેત્રી કેન્સર સામે લડી રહી હતી.તેનું કેન્સર પ્રારંભિક તબક્કામાં હોવાથી તેણે કેન્સર સામેની લડાઈ જીતી લીધી અને નવું જીવન શરૂ કર્યું.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો મહિમા ચૌધરી આગામી સમયમાં કંગના રનૌતની ફિલ્મ 'ઇમર્જન્સી'માં જોવા મળશે.