22 જાન્યુઆરી એ અયોધ્યામાં આયોજિત રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં આલિયા ભટ્ટ તેના પતિ રણબીર કપૂર સાથે પહોંચી હતી 

આ ખાસ અવસર પર આલિયા એ એવી ડિઝાઈનર સાડી પહેરી હતી જેને બધાનું ધ્યાન ખેંચ્યું હતું. 

આલિયાની આ સાડી ખાસ હતી કારણ કે તેના પર 'રામાયણ'ની વાર્તા છપાયેલી હતી, જેને કારીગરે પોતાના હાથે બનાવી હતી અને તેને બનાવવામાં ઘણા કલાકો લાગ્યા હતા.  

રામ લલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં આલિયાએ જે સાડી પહેરી હતી તેના પલ્લુમાં 'રામાયણ'ના કેટલાક દ્રશ્યો જોવા મળ્યા હતા 

આ દ્રશ્ય પેઇન્ટિંગ્સ પરંપરાગત 'પટ્ટચિત્ર' શૈલીમાં બનાવવામાં આવી છે, જે 2 કારીગરો દ્વારા હાથથી બનાવવામાં આવી હતી  

આ સાડી ને  પૂર્ણ કરવામાં લગભગ 100 કલાકનો સમય લાગ્યો હતો.

આલિયા ભટ્ટની આ સાડી માધુર્ય ક્રીએશન દ્વારા ડિઝાઇન કરવામાં આવી છે. આ બ્રાન્ડ તેના ભારતીય વારસા અને તેની અનન્ય હાથથી મુદ્રિત ડિઝાઇન માટે પ્રખ્યાત છે. 

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આલિયાની આ સાડીની કિંમત લગભગ 45 હજાર છે. આલિયાએ આ સાડી સાથે જે શાલ કેરી કરી છે તે દુસાલા ઈન્ડિયાની છે.