બોલિવૂડ ઈન્ડસ્ટ્રીનો મલ્ટી ટેલેન્ટેડ સ્ટાર ફરહાન અખ્તર આજે તેનો 50મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. 

ફરહાન અખ્તરે વર્ષ 2008માં ફિલ્મ 'રોક ઓન'થી અભિનયની શરૂઆત કરી હતી  

અભિનય ની સાથે સાથે ફરહાન એક ગાયક પણ છે તેને ફિલ્મ રોક ઓન માં પોતે તમામ ગીતો ગાયા છે. 

ફરહાને તેની કારકિર્દીમાં ઘણી સફળ ફિલ્મોનું નિર્દેશન પણ કર્યું. જેમાં 'દિલ ચાહતા હૈ', 'લક્ષ્ય', 'ડોન' અને 'ડોન 2' જેવી ફિલ્મો સામેલ છે. 

ફરહાન અખ્તર ને રમી રમવાનો ખૂબ જ શોખ છે. આ વાતનો ખુલાસો તેની બહેન ઝોયાએ પણ કર્યો હતો. 

ફિલ્મ 'ભાગ મિલ્ખા ભાગ' ફરહાનના કરિયરની બ્લોકબસ્ટર ફિલ્મોમાંથી એક હતી.

ફરહાન અખ્તર ના નેટવર્થ ની વાત કરીએ તો મીડિયા રિપોર્ટ મુજબ તેની સંપત્તિ 148 કરોડ રૂપિયા છે.

ફરહાન અખ્તર ના પર્સનલ લાઈફ ની વાત કરીએ તો તેને તેની લાંબા સમયની ગર્લફ્રેન્ડ શિબાની દાંડેકર સાથે વર્ષ 2022માં લગ્ન કર્યા હતા.