મેધા શંકરે 12મી ફેલ ફિલ્મમાં પોતાના શાનદાર અભિનયથી દર્શકોના દિલ જીતી લીધા છે 

મોટા પડદા બાદ હવે મેધા શંકરની આ ફિલ્મ OTT પર રીલિઝ કરવામાં આવી છે. આ ફિલ્મ OTT પર આવતાની સાથે જ લોકપ્રિય થઈ ગઈ છે. 

ફિલ્મ 12 મી ફેલ માં વિક્રાંત મેસી ની અભિનય ની સાથે સાથે મેધા ના અભિનય ના પણ ખૂબ વખાણ થઈ રહ્યા છે. 

ઉત્તર પ્રદેશના નોઈડાની રહેવાસી મેધા શંકર અભય શંકર અને રચના રાજ શંકરની પુત્રી છે.  

મેધા એ નોઈડામાં સ્કૂલનો અભ્યાસ પૂર્ણ કર્યો અને દિલ્હી યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કર્યું.

મેધાએ પોતાની પ્રતિભાથી નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેક્નોલોજીમાંથી માસ્ટર ડિગ્રી મેળવી હતી.

માસ્ટર્સ પૂર્ણ કર્યા પછી, મેધા 2017 માં મુંબઈ આવી ગઈ. જ્યાં તેણે ઘણા ઓડિશન આપ્યા. 

મેધા એ ગુરિન્દર ચઢ્ઢા દ્વારા દિગ્દર્શિત બ્રિટિશ મિનિસિરીઝ બીચમ હાઉસ (2019) થી અભિનયની શરૂઆત કરી હતી.