ટીવીનો ફેમસ એક્ટર મનિત જોરા આ દિવસોમાં ઘણી ચર્ચામાં છે 

મનિત જોરા એ તેની ગ્રીક ગર્લફ્રેન્ડ એન્ડ્રીયા સાથે લગ્ન કર્યા છે. તેમના લગ્નના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે 

'કુંડલી ભાગ્ય'ના સ્ટાર્સ પણ મનિત જોરા ના લગ્નમાં રંગ જમાવવા પહોંચ્યા હતા 

મનિત જોરા અને એન્ડ્રીયાએ ઉદયપુરના એક રિસોર્ટમાં લગ્ન કર્યા હતા. અભિનેતાએ કહ્યું કે તેણે પોતે લગ્નની તમામ વ્યવસ્થા પોતે જણાવી હતી 

જણાવી દઈએ કે મનિત જોરાએ 9 જુલાઈના રોજ ગ્રીક ગર્લફ્રેન્ડ એન્ડ્રીયા સાથે લગ્ન કર્યા હતા. બંનેના લગ્નમાં પરિવાર અને ખાસ મિત્રો જ સામેલ થયા હતા 

ધીરજ ધૂપર અને શ્રદ્ધા આર્યા મનિત જોરા ના ખૂબ સારા મિત્રો છે. બંનેએ મનિતના લગ્નમાં રંગ લાવવામાં કોઈ કસર છોડી ન હતી 

'કુંડલી ભાગ્ય' પછી ધીરજ ધુપર અને શ્રદ્ધા આર્યા લાંબા સમય બાદ સાથે જોવા મળ્યા હતા. બંનેને એકસાથે જોઈને ચાહકો ખુશ થઇ ગયા હતા 

તસવીરો જોઈને કહી શકાય કે મનિત જૌરાએ ખૂબ જ ધામધૂમથી લગ્ન કર્યા હતા