મીડિયા રિપોર્ટ્સ અનુસાર લાલુપ્રસાદ યાદવ ના  જીવન પર આધારિત ફિલ્મ બની રહી છે.

એક સૂત્રએ મીડિયા ને જણાવ્યું હતું કે, “સ્ક્રીપ્ટના અધિકારો લાલુ યાદવના પરિવાર પાસેથી લેવામાં આવ્યા છે અને તેનું પ્રોડક્શન પ્રકાશ ઝા કરશે. 

તેમજ લાલુ યાદવના પુત્ર તેજસ્વી પ્રસાદ તેને ફાઇનાન્સ કરી રહ્યા છે અને કામ શરૂ કરવા માટે પૈસા પણ આપી દેવામાં આવ્યા છે. 

હવે લાલુ પ્રસાદ ની ભૂમિકા માટે ઘણા અભિનેતા ના નામ સામે આવી રહ્યા છે. જેમાં સૌ પ્રથમ રાજકુમાર રાવ નું નામ સામે આવ્યું છે. 

લાલુ પ્રસાદ યાદવ ની ભૂમિકા માટે પંકજ ત્રિપાઠી નું પણ નામ સામે આવી રહ્યું છે. 

હવે આ કડી માં કેટરીના કૈફ ના પતિ વિકી કૌશલ નું નામ પણ સામે આવી રહ્યું છે. 

લાલુ પ્રસાદ ની ભૂમિકા માટે સૌથી વધુ ચર્ચામા આવ્યું હોય તો તે છે મનોજ બાજપેયી નું નામ 

આ સાથે રણબીર કપૂર નું નામ પણ સામે આવી રહ્યું છે. હવે જોવું એ રહશે કે લાલુ પ્રસાદ ની ભૂમિકા કોણ ભજવશે.  .