માધુરી દીક્ષિત અને અનિલ કપૂરે 90ના દાયકામાં સાથે ઘણી હિટ ફિલ્મો આપી છે. બંનેની ઓનસ્ક્રીન જોડી ને દર્શકોએ હંમેશા અપાર પ્રેમ આપ્યો છે
અનિલ કપૂર સાથેની માધુરીની સિઝલિંગ કેમિસ્ટ્રીને જોઈને, 1989માં એક વખત જૂના ઈન્ટરવ્યુમાં અભિનેત્રીને પૂછવામાં આવ્યું કે શું તે વાસ્તવિક જીવનમાં અનિલ કપૂર સાથે લગ્ન કરશે?
મીડિયા રિપોર્ટ અનુસાર, માધુરીનો આ ઈન્ટરવ્યુ એક મેગેઝિન સાથે કરવામાં આવ્યો હતો, જેમાં તેણે અનિલ કપૂર સાથે લગ્ન કરવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો હતો. માધુરીએ તેનું કારણ પણ જણાવ્યું હતું.
માધુરી દીક્ષિતે કહ્યું કે તેણે અનિલ કપૂર સાથે ઘણી ફિલ્મો કરી છે અને તે પોતે તેની સાથે ખૂબ જ આરામદાયક અનુભવે છે, પરંતુ તેમ છતાં તે તેની સાથે લગ્ન કરવા માંગતી નથી
લગ્ન ન કરવાનું કારણ જણાવતાં અભિનેત્રીએ કહ્યું હતું- ના, હું તેમના જેવા વ્યક્તિ સાથે લગ્ન નહીં કરું. આનું એકમાત્ર કારણ એ છે કે તે અતિસંવેદનશીલ છે અને મને કૂલ પતિ જોઈએ છે
માધુરીનો આ ઈન્ટરવ્યૂ એ સમયનો છે જ્યારે અનિલ કપૂરના લગ્ન થયા હતા અને તે સંજય દત્તને ડેટ કરી રહી હતી, પરંતુ તેમનો સંબંધ ટૂંક સમયમાં તૂટી ગયો હતો
અનિલ કપૂરે 1984 માં સુનીતા કપૂર સાથે લગ્ન કર્યા અને તેમને ત્રણ બાળકો છે, બે પુત્રીઓ, રિયા અને સોનમ કપૂર અને એક પુત્ર, હર્ષવર્ધન કપૂર
માધુરી દીક્ષિતે 1999માં ડૉ. શ્રીરામ નેને સાથે લગ્ન કર્યા, ત્યારબાદ તે અમેરિકા જતી રહી. તેઓને બે પુત્રો છે, અરીન અને રિયાન.તે છેલ્લે 2022માં આવેલી ફિલ્મ 'મજામાં'માં જોવા મળી હતી