અભિનેતા અરબાઝ ખાને શૂરા ખાન સાથે બીજી વાર લગ્ન કર્યા છે આ પહેલા અરબાઝ ખાને મલાઈકા અરોરા સાથે લગ્ન કર્યા હતા 

આ દરમિયાન મલાઈકા અરોરા ની એક પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. 

આ સ્ટોરી માં મલાઈકા એ લખ્યું છે કે, ‘'હું જાગી ગઈ. મારી પાસે પહેરવા માટે કપડાં છે. મારી પાસે વહેતું પાણી છે. મારી પાસે ખાવા માટે ખોરાક છે. હુ આભારી છુ.’ 

જોકે મલાઈકા એ પોતાની પોસ્ટ માં કોઈનું નામ નથી લીધું પરંતુ લોકો આને અરબાઝ ખાન ના બીજા લગ્ન સાથે જોડી રહ્યા છે.  

તમને જણાવી દઈએ કે મલાઈકા અરોરા અને અરબાઝ ખાને વર્ષ 1998માં લગ્ન કર્યા હતા.

મલાઈકા અરોરા અને અરબાઝ ખાને  મે 2017 માં સત્તાવાર રીતે છૂટાછેડા લીધા હતા 

મલાઈકા અરોરા ને અરબાઝ ખાન ને એક પુત્ર પણ છે જેનું નામ અરહાન ખાન છે. 

મલાઈકા અરોરા વર્ષ 2019 થી અભિનેતા અર્જુન કપૂર સાથે રિલેશનશિપ માં છે.