આ દરમિયાન અમિતાભ બચ્ચન સાથે જયા બચ્ચન, અભિષેક બચ્ચન, આરાધ્યા, ઐશ્વર્યા રાય, શ્વેતા બચ્ચન અને તેમની પુત્રી નવ્યા નવેલી નંદા પણ હાજર હતા.
અમિતાભ બચ્ચનની પૌત્રી આરાધ્યા બચ્ચનના દેશી લૂકની ખૂબ પ્રશંસા થઈ રહી છે. રાખી નિમિત્તે અભિષેકની પુત્રી આરાધ્યાએ ગ્રીન સૂટ પહેર્યો હતો
આ સાથે તેણીએ તેના ગળામાં દુપટ્ટો પણ પહેર્યો હતો. નાનકડી આરાધ્યાને આ લુકમાં જોઈને ચાહકોએ ઘણો પ્રેમ વરસાવ્યો હતો
અભિષેક બચ્ચનની ભાણી નવ્યા નવેલી એકદમ સિમ્પલ અને સામાન્ય લુકમાં જોવા મળી હતી. તે નો મેકઅપ લુકમાં ખૂબ જ ક્યૂટ લાગી રહી હતી.
આ દરમિયાન ઐશ્વર્યા અને જયા બચ્ચન પણ ટ્રેડિશનલ લુકમાં જોવા મળી હતી. બંનેએ ક્રીમ અને સફેદ શેડના સૂટ પહેર્યા હતા.