ટીવી નો  પ્રખ્યાત રિયાલિટી શો બિગ બોસ 17 ટૂંક સમયમાં ધમાકો કરવા માટે તૈયાર છે.

બિગ બોસ 17 ના સ્પર્ધક ની યાદી માં સુપર મોડલ મનસ્વીનું નામ પણ સામેલ છે.

રિપોર્ટ્સ અનુસાર, સુપર મોડલ મનસ્વી મમગાઈ સલમાન ખાનના રિયાલિટી શો બિગ બોસ 17નો ભાગ હશે.

હાલમાં જ મનસ્વીની કેટલીક તસવીરો વાયરલ થઈ રહી છે, જેમાં તે મંદાકિનીની જેમ શરીર પર સાડી પહેરીને ફોટોશૂટ કરાવતી જોવા મળી રહી છે. 

આ ફોટોશૂટ દરમિયાન મનસ્વીએ સફેદ રંગની સાડી પહેરી છે, જેમાં લાલ બોર્ડર છે. 

આ તસવીરોમાં મનસ્વી મમગાઈની સ્ટાઈલ ખૂબ જ બોલ્ડ લાગી રહી છે અને તે દરિયાના મોજા સાથે રમતી જોવા મળી રહી છે.

આ ફોટોશૂટમાં મનસ્વી ફિલ્મ રામ તેરી ગંગા મૈલીની અભિનેત્રી મંદાકિની ની જેમ સફેદ સાડીમાં કામુક પોઝ આપતી જોવા મળી હતી

તમને જણાવી દઈએ કે, મનસ્વીએ ફેમિના મિસ ઈન્ડિયાનો ખિતાબ જીત્યો છે. તે એક સુપર મોડલ છે.