બોલિવૂડ અભિનેત્રી મૃણાલ ઠાકુરે પોતાની એક્ટિંગની સાથે સાથે પોતાની ફેશન સેન્સથી પણ લોકોને દિવાના બનાવી દીધા છે 

તે દર વખતે પોતાના હોટ લુકની તસવીરો શેર કરીને ફેન્સનું ધ્યાન આકર્ષિત કરતી રહે છે 

તાજેતરમાં, અભિનેત્રીએ તેના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો શેર કરીને ઇન્ટરનેટનું તાપમાન વધાર્યું છે 

અભિનેત્રીએ તેના ઇન્સ્ટાગ્રામ પર લેટેસ્ટ ઇન્ડો વેસ્ટર્ન લુકની તસવીરો શેર કરી છે 

આ તસવીરોમાં અભિનેત્રીએ સ્ટાઇલિશ બ્રાઉન કલરની કુર્તી પહેરી છે, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે 

મૃણાલ ઠાકુરે આ ફોટામાં સ્મોકી આઈ મેકઅપ કર્યો છે અને તેના વાળ ખોલીને સ્ટાઈલ લુક પણ આપ્યો છે 

મૃણાલ ઠાકુરે કાનમાં ઇયરિંગ્સ અને ન્યૂડ મેકઅપ સાથે તેના લુક ને કમ્પ્લીટ કર્યો છે. 

ફેન્સ પણ મૃણાલ ઠાકુરની દરેક સ્ટાઇલને ખૂબ જ સારી રીતે ફોલો કરે છે.