અયોધ્યામાં આજે રામલલાનો ભવ્ય અભિષેક કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે.

આ સાથે જ દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણી નું ઘર પણ રામ ભક્તિના રંગે રંગાઈ ગયું છે 

રામ મંદિરના અભિષેકની પૂર્વ સંધ્યાએ મુંબઈમાં મુકેશ અંબાણીના આલીશાન ઘર એન્ટિલિયા પણ રામના નામથી ઝગમગી ઉઠ્યું હતું 

મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયા પર દીવા અને જય શ્રી રામની કલાકૃતિઓ જોવા મળી હતી 

એન્ટિલિયાની ચારે બાજુ લાઇટ દ્વારા ભગવાન રામનું નામ બતાવવામાં આવ્યું છે. 

રામ ભક્તિમાં ડૂબેલા એન્ટિલિયાની આ તસવીરો અદભુત લાગી રહી છે.

અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં મુકેશ અંબાણી તેમના સમગ્ર પરિવાર સાથે હાજર રહેશે.

મુકેશ અંબાણી ના ઘર એન્ટિલિયા ની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહી છે.