પ્રખ્યાત ટીવી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ની 'બબીતાજી' ઉર્ફે મુનમુન દત્તા આજે તેનો 36મો જન્મદિવસ ઉજવી રહી છે.
મુનમુન ને બબીતા જીના રોલ માટે ઘણો પ્રેમ મળ્યો છે, તે સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ છે.
બાળપણમાં મુનમુન ઓલ ઈન્ડિયા રેડિયો અને દૂરદર્શન માટે બાળ કલાકાર તરીકે ગીતો ગાતી હતી.
'હમ સબ બારાતી'થી પોતાના કરિયરની શરૂઆત કરનાર અભિનેત્રી મુનમુન દત્તાનું જીવન હંમેશા વિવાદોથી ભરેલું રહ્યું છે.
મુનમુન દત્તા અને અભિનેતા અરમાન કોહલી વર્ષ 2008માં એકબીજાની નજીક આવ્યા હતા. પરંતુ આ વર્ષે જ બંનેનું બ્રેકઅપ થઈ ગયું.
મુનમુન દત્તાનું નામ તેના કરતા 15 વર્ષ નાના રાજ અનડકટ સાથે પણ જોડવામાં આવ્યું છે. શો 'તારક મહેતા'માં રાજે ટપ્પુનું પાત્ર ભજવ્યું હતું.
એવું કહેવાય છે કે,દિલીપ જોશીએ જ બબીતાના રોલ માટે મુનમુનનું નામ સૂચવ્યું હતું. અભિનેત્રી હોવા ઉપરાંત મુનમુન મોડલિંગ માટે પણ જાણીતી છે.