બોલિવૂડ નો કિંગ ખાન દરેક હિંદુ તહેવારને ખૂબ જ ધામધૂમથી ઉજવે છે. શાહરુખ ખાન ને ગણપતિ બાપ્પામાં ખૂબ જ શ્રદ્ધા છે અને દર વર્ષે તેમના ઘરે તેમની મૂર્તિ સ્થાપિત કરે છે 

સલમાન ખાન અને તેની બહેન અર્પિતા ખાન શર્મા દર વર્ષે બાપ્પાને પોતાના ઘરે લાવે છે અને આ તહેવારને ધામધૂમથી ઉજવે છે. 

સૈફ અલી ખાન ભલે મુસ્લિમ હોય, પરંતુ તેણે કરીના કપૂર સાથે લગ્ન કર્યા છે. તેથી તે દર વર્ષે તેની પત્ની અને બે બાળકો સાથે તેમના ઘરે ગણપતિ બાપ્પાની સ્થાપના કરે છે. 

સારા અલી ખાન પણ હિંદુ ધર્મમાં ખૂબ આસ્થા ધરાવે છે. અભિનેત્રી ગણેશ ચતુર્થી ખૂબ જ ધામધૂમથી ઉજવે છે. તેણે ઘણી વખત તેની તસવીરો પણ શેર કરી છે.

સુઝૈન ખાને હૃતિક રોશન સાથે લગ્ન કર્યા ત્યારે તે દર વર્ષે રોશન હાઉસમાં યોજાતા ગણપતિની ઉજવણીમાં ભાગ લેતી હતી. જોકે, છૂટાછેડા પછી પણ તે રિતિકના પરિવાર સાથે ગણપતિની ઉજવણીમાં ભાગ લે છે 

હોળી અને દિવાળીની જેમ ટીવીની ફેવરિટ અભિનેત્રી હિના ખાન પણ દર વર્ષે ગણેશ ચતુર્થીની ઉજવણી કરે છે. આ કારણોસર, તે ઘણી વખત ટ્રોલના નિશાના પર રહી છે 

તમામ તહેવારોની જેમ ઝૈન ઈમામ પણ ગણેશ ચતુર્થીને ખૂબ જ ધામધૂમથી ઉજવે છે. માત્ર સેટ પર જ નહીં પરંતુ તે તેના મિત્રો સાથે આ સેલિબ્રેશનમાં પણ ભાગ લે છે. 

અન્ય સ્ટાર્સની જેમ ટીવી એક્ટર,મોહસીન ખાન પણ ટીવી શોના સેટ પર ગણેશ ચતુર્થીની ઉજવણી કરે છે.