રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણી એ પરિવાર અને મિત્રો ની હાજરીમાં સંપૂર્ણ વિધિ સાથે સગાઈ કરી છે.
મુંબઈમાં મુકેશ અંબાણી ના નિવાસસ્થાન એન્ટિલિયા ખાતે સગાઈ નો કાર્યક્રમ યોજાયો હતો.
આ દરમિયાન નીતા અંબાણી એ ભવ્ય રીતે રાધિકા મર્ચન્ટ નું સ્વાગત કર્યું હતું.
આ દરમિયાન નીતા અંબાણી એ ભવ્ય રીતે રાધિકા મર્ચન્ટ નું સ્વાગત કર્યું હતું.
ગુજરાતી હિંદુ પરિવારો થતી ગોળ-ધાણા અને ચુનરી વિધિ જેવી જૂની પરંપરાઓ, સ્થળ અને કુટુંબ મંદિર ખાતે ખૂબ જ ઉત્સાહ સાથે હાથ ધરવામાં આવી હતી.
અનંત અને રાધિકા એ રિંગ સેરેમની પછી, તેમના વડીલો ના આશીર્વાદ પણ લીધા હતા.
આ દરમિયાન સમગ્ર અંબાણી પરિવારે મીડિયા માટે ફોટા પણ ક્લિક કર્યા હતા.
નીતા અંબાણી ની આગેવાની હેઠળ અંબાણી પરિવારના સભ્યો દ્વારા નૃત્ય પ્રદર્શન આ કાર્યક્રમ ની વિશેષતા હતી.
અનંત અને રાધિકા લાંબા સમયથી એકબીજાને ઓળખે છે.