બોલિવૂડ સ્ટાર્સ પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાએ તાજેતરમાં જ લગ્ન કર્યા છે.
લગ્ન બાદ આ સ્ટાર કપલ હજુ હનીમૂન પર નથી ગયું.
અભિનેત્રી પરિણિતી ચોપરા તેની સાસુ અને નણંદ સાથે ફરવા માટે બહાર ગઈ હતી.
અભિનેત્રી પરિણીતી ચોપરાએ તાજેતરમાં જ તેની લેટેસ્ટ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે.
આ તસવીરોમાં પરિણીતી તેની સાસુ, નણંદ અને માતા સાથે લગ્ન બાદ પ્રથમ વેકેશન માણતી જોવા મળી હતી.
પરિણિતી ચોપરા લગ્ન પછી તેનું હનીમૂન છોડીને તેના પરિવારની મહિલાઓ સાથે ગર્લ્સ ટ્રિપ માણવા નીકળી હતી.
અભિનેત્રી પરિણીતી ચોપરાએ આ વેકેશનમાં ખૂબ એન્જોય કરતી જોવા મળી હતી
પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાના લગ્ન 25 સપ્ટેમ્બરના રોજ ભવ્ય રીતે થયા હતા