જ્યારથી રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરાના લગ્ન થયા છે ત્યારથી બંનેની એક યા બીજી તસવીરો વાયરલ થઈ રહી છે 

હાલમાં જ બંને વચ્ચે ગેમ ની પ્રી-વેડિંગ તસવીરો વાયરલ થઈ રહી છે. જે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. 

આ કપલે લગ્ન પહેલાની વિધિઓ એકદમ અલગ અને શાનદાર રાખી હતી 

લગ્ન પૂર્વેના કાર્યોમાં પરંપરાગત વિધિઓ કરવાને બદલે ક્રિકેટ અને મ્યુઝિકલ ચેર સહિતની કેટલીક ઇન્ડોર ગેમ્સ રમાડવામાં આવી હતી 

રાઘવ ચઢ્ઢાના લગ્નના એક દિવસ પહેલા બંને પરિવારો અને મહેમાનો વચ્ચે મેચનું આયોજન કરવામાં આવ્યું હતું.

ટીમ ચઢ્ઢા અને ટીમ ચોપરાની મેચ માટે જર્સીની વ્યવસ્થા કરવામાં આવી હતી. 

આ દરમિયાન બધાએ સાથે મળીને રમત રમી અને લગ્નમાં સૌથી મહત્વની વ્યક્તિ રાઘવ પણ મેન ઓફ ધ મેચ જીત્યો.

આ દરમિયાન હરભજન સિંહ પણ રાઘવ ચઢ્ઢા સાથે ક્રિકેટ રમતો જોવા મળ્યો હતો