અભિનેત્રી પરિણીતી ચોપરા અને આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢા લગ્ન માટે ઉદયપુરમાં છે
આવતીકાલે એટલે કે 24 સપ્ટેમ્બરે બંને લગ્ન કરશે. આ પહેલા દિલ્હીમાં તેમના પ્રી-વેડિંગ પ્રોગ્રામ શરૂ થયા હતા.
હવે સામે આવી રહેલી માહિતી મુજબ ઉદયપુરમાં આજથી લગ્નની વિધિઓ શરૂ થશે
આ વિધિ ની શરૂઆત પરિણીતી ચોપરા ના ચુડા સેરેમની થી થશે
પરિણીતી-રાઘવના શાહી લગ્નમાં દરેક વ્યવસ્થા રોયલ છે. સુરક્ષા વ્યવસ્થા પણ ચુસ્ત છે
લગ્નના ફોટા અને વીડિયો લીક ન થાય તે માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
અહેવાલો અનુસાર, હોટેલમાં પ્રવેશ સમયે મહેમાનોના મોબાઈલ કેમેરા પર વાદળી રંગની ટેપ ચોંટાડવામાં આવશે.
આ ટેપ લગાવ્યા બાદ લગ્ન સમારોહ દરમિયાન કોઈ પણ વ્યક્તિ વીડિયો-ફોટોગ્રાફી કરી શકશે નહીં.