બારમાસીનો છોડ દરેક જગ્યાએ જોવા મળે છે. આ છોડમાં બારેમાસ ફૂલ ખીલેલા રહે છે તેના કારણે જ તેનું નામ બારમાસી રાખવામાં આવ્યું છે. બારમાસીના ફુલ મોટાભાગના બગીચાઓમાં સરળતાથી ઉપલબ્ધ હોય છે. તેમાં સુગંધ ન હોવાથી લોકો તેની તરફ આકર્ષિત થતા નથી. આ ફૂલની મદદથી તમે ઘણી બીમારીઓને પોતાનાથી દૂર રાખી શકો છો.