પૂનમ પાંડેએ પોતાના મૃત્યુના ખોટા સમાચાર ફેલાવીને બધાને ચોંકાવી દીધા હતા  

પૂનમ પાંડે જીવિત છે અને એક વિડીયો પોસ્ટ કરી ને આ માહિતી આપી છે. 

પૂનમ પાંડે એ વીડિયોમાં ચાહકો અને સોશિયલ મીડિયા યુઝર્સની માફી માંગતા કહ્યું કે તેણે આ બધું સર્વાઇકલ કેન્સર વિશે જાગૃતિ ફેલાવવા માટે કર્યું છે.

પૂનમ પાંડેનો વીડિયો સામે આવ્યા બાદ ફરી એકવાર સોશિયલ મીડિયા પર ખળભળાટ મચી ગયો છે. લોકો અભિનેત્રીને જોરદાર ટ્રોલ કરી રહ્યા છે.  

પૂનમ પાંડેના મૃત્યુના ખોટા સમાચાર ફેલાવવા અને લોકોને ગેરમાર્ગે દોરવા બદલ  લોકો FIR નોંધવાની માંગ કરી રહ્યા છે. 

ઘણા મોટા સેલેબ્સ પણ પૂનમના આ પગલાની ટીકા કરી રહ્યા છે. 

તમને જણાવી દઈએ કે, પૂનમ પાંડેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી તેના નિધન ના સમાચાર શેર કરવામાં આવ્યા હતા. 

આ પોસ્ટ માં તેના નિધન નું કારણ સર્વાઇકલ કેન્સર હોવાનું જણાવવામાં આવ્યું હતું.