સાઉથનો સ્ટાર એક્ટર પ્રભાસ આજે પોતાનો 44મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહ્યો છે. 

1979માં જન્મેલા સાઉથ ફિલ્મના સુપરસ્ટાર પ્રભાસ 44 વર્ષના થઈ ગયો છે 

તમને જણાવી દઈએ કે પ્રભાસ નું પૂરું નામ વેંકટ સત્યનારાયણ પ્રભાસ રાજુ ઉપ્પલાપતિ છે.

પ્રભાસે પોતાના કરિયરની શરૂઆત વર્ષ 2002માં ફિલ્મ 'ઈશ્વર'થી કરી હતી અને ત્યારબાદ બે વર્ષ બાદ તેને ફિલ્મ 'વર્ષમ' દ્વારા ફેમ મળ્યો હતો.

વર્ષ 2013માં તેની ફિલ્મ 'મિર્ચી' રિલીઝ થતાં પ્રભાસ ફેમસ ચહેરો બની ગયો હતો.

પ્રભાસના ચાહકોએ તેને યંગ રિબેલ સ્ટાર નામ આપ્યું હતું. 'સાલાર' ફિલ્મમાં પણ તેને આ જ ટાઇટલ સાથે રજૂ કરવામાં આવ્યો છે.

પ્રભાસ ફિલ્મ 'બાહુબલી- ધ બિગિનિંગ'ની રિલીઝના ઘણા સમય પહેલા સાઉથમાં લોકપ્રિય થઈ ગયો હતો.

વર્ષ 2015માં રીલીઝ થયેલી એસએસ રાજામૌલીની ફિલ્મ બાદ પ્રભાસને રાષ્ટ્રીય ખ્યાતિ મળી હતી.