પ્રીતિ ઝિન્ટા, તેનો મોટાભાગનો સમય લોસ એન્જલસમાં પતિ જીન ગુડનફ અને બાળકો જય અને જીઆ સાથે વિતાવે છે
પ્રીતિ ઝિન્ટા 2021 માં સરોગસી દ્વારા એક પુત્ર અને એક પુત્રીની માતા બની હતી. તેઓએ પુત્રીનું નામ જિયા અને પુત્રનું નામ જય રાખ્યું
અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર બાળકોના મુંડન સમારોહની તસવીરો શેર કરી છે, અને એક સુંદર નોંધ પણ લખી છે.
'આખરે આ સપ્તાહના અંતે મુંડન વિધિ થઈ. હિંદુ ધર્મમાં, બાળકનું પ્રથમ મુંડન ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે
‘હિંદુઓમાં તેને ભૂતકાળના જીવનની યાદો અને ભૂતકાળમાંથી મુક્તિની નિશાની માનવામાં આવે છે. મુંડન પછી આ જય અને જિયા છે.’
પ્રીતિ ઝિન્ટાના ચાહકો તેના વખાણ કરી રહ્યા છે કે વિદેશમાં સ્થાયી થયા પછી પણ તે પોતાના ભારતીય મૂલ્યો અને પરંપરાઓને ભૂલી નથી