બોલિવૂડ અભિનેત્રી અને ગ્લોબલ સ્ટાર પ્રિયંકા ચોપરાએ તાજેતરમાં જ દિવાળીની ઉજવણી કરી હતી 

વિદેશમાં રહેવા છતાં, પ્રિયંકા તેની પરંપરાઓ અને તહેવારોને ખૂબ ધામધૂમથી ઉજવવાનું ચાલુ રાખે છે.

પ્રિયંકાએ લોસ એન્જલસમાં એક ભવ્ય દિવાળી પાર્ટી આપી હતી જેમાં આખો જોનાસ પરિવાર હાજર હતો. 

આ દરમિયાન પ્રિયંકા સફેદ-લાલ લહેંગામાં ખુબજ સુંદર લાગી રહી હતી 

પ્રિયંકા એ તેના પતિ નિક જોનાસ સાથે નજીકના મિત્રો અને પરિવાર માટે ભવ્ય દિવાળી ડિનરનું આયોજન કર્યું હતું.. 

લોસ એન્જલસમાં યોજાયેલી આ દિવાળી પાર્ટીને ફૂલો, મીણબત્તીઓ અને  ભેટોથી શણગારવામાં આવી હતી. દીવામાંથી રંગોળી પણ બનાવવામાં આવી હતી.

તમામ મહેમાનોએ પરંપરાગત ભારતીય વસ્ત્રો પહેર્યા હતા. ખાસ કરીને જોનાસ બ્રધર્સ કુર્તા-પાયજામા પહેરીને એકદમ કૂલ લાગતા હતા.

સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલી આ તસવીરોમાં  પ્રિયંકા ની પુત્રી માલતી મેરી સંપૂર્ણપણે ગાયબ હતી.