લોકપ્રિય બોલિવૂડ અભિનેત્રી અને ગ્લોબલ આઈકન પ્રિયંકા ચોપરા જોનાસ આજે તેનો જન્મદિવસ ઉજવી રહી છે. આજે અભિનેત્રી 41 વર્ષની થઈ ગઈ છે 

ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં તેની સફળતાથી લઈને હોલીવુડમાં તેની સફળ એન્ટ્રી સુધી, તે લાખો મહિલાઓ માટે સશક્તિકરણ અને પ્રેરણાનું પ્રતીક પણ બની છે 

પ્રિયંકા ચોપરા એક અભિનેત્રી, ફિલ્મ નિર્માતા, ગાયક, નિર્માતા અને સફળ બિઝનેસ વુમન છે. તે ભારતમાં સૌથી વધુ કમાણી કરનાર સેલિબ્રિટીઓમાં ની એક છે 

ટાઈમ મેગેઝીને પ્રિયંકા ચોપરાને વિશ્વની 100 સૌથી પ્રતિભાશાળી વ્યક્તિઓમાં સામેલ કરી છે 

પ્રિયંકા ચોપરાની કુલ સંપત્તિ અંદાજે US$75 મિલિયન (અંદાજે રૂ. 620 કરોડ) છે. તે પ્રતિ ફિલ્મ US $ 1,33,862.08 (લગભગ 12 કરોડ રૂપિયા) ચાર્જ કરે છે 

હોલીવુડ માં તે એક શોમાં કામ કરવાના પ્રતિ એપિસોડ US$ 2,43,437 (લગભગ રૂ. 2 કરોડ) ચાર્જ કરે છે 

તેનો એક મહિનાનો પગાર લગભગ 1.5 કરોડ રૂપિયા છે. ઉપરાંત, તે એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટ માટે લગભગ 3 કરોડ રૂપિયા ચાર્જ કરે છે 

જો તેની પ્રોપર્ટીની વાત કરીએ તો સમાચારો અનુસાર તેનો જુહુમાં બીચ ફેસિંગ બંગલો છે, જેની કિંમત લગભગ 100 કરોડ છે. આ સિવાય તેનો અમેરિકામાં એક સુંદર બંગલો પણ છે