સિરિયલ અનુપમા માં તેના ભાઈ ભાવેશે ઓનસ્ક્રીન હંમેશા તેની બહેન અનુ ને સપોર્ટ કર્યો છે. શૂટિંગ પૂરું થયા પછી પણ બંને એકબીજા સાથે રીલ બનાવતા જોવા મળે છે
સિરિયલ અનુપમા માં અનુજ અને માલવિકા વચ્ચેની મસ્તી તો જોઈ જ હશે. બંનેની મજા એ તમને તમારા ભાઈ અને બહેનની યાદ ઘણી વખત અપાવી હશે.
સિરિયલ અનુપમા માં પારિતોષ, સમર અને પાખી ની ખાટી- મીઠી લડાઈ જોવા મળતી હોય છે. પરંતુ ત્રણેય વચ્ચે નો પ્રેમ અતૂટ છે.
'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'માંથી કાયરવ અને અક્ષરા ના બોન્ડને લોકોએ પસંદ કર્યું છે. બંને ભાઈ-બહેનની જોડીએ શોની વાર્તામાં ચાર ચાંદ લગાવી દીધા છે.
યે રિશ્તા ક્યા કહેલાતા હૈમાં નક્ષ અને નાયરા નો સંબંધ હંમેશા આંખો માં આંસુ લાવે છે. શોમાં બંનેનું બોન્ડ જોઈને લાગતું હતું કે તેઓ રિયલ લાઈફમાં પણ ભાઈ-બહેન છે.
નક્ષ અને નાયરાની જેમ કાર્તિક અને કીર્તિ પણ એકબીજાની ખૂબ કાળજી લેતા હતા. આજે પણ લોકો 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'ની ભાઈ-બહેનની જોડીને મિસ કરે છે.
આ લિસ્ટ માં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માં દયા ભાભી અને તેના વીરા સુંદર નું નામ પણ સામે છે. બન્ને રિયલ લાઈફ માં પણ ભાઈ બહેન છે.
ખીચડી સિરિયલ ના ભાઈ બહેન હંસા અને હિમાંશુ ને આજે પણ લોકો યાદ કરે છે. બન્ને નું બોન્ડિંગ જોઈએ ને લાગતું હતું કે તેઓ રિયલ લાઈફ માં પણ ભાઈ બહેન છે.