અભિનેત્રી રકુલ પ્રીત સિંહ આજે તેનો 33 મો જન્મદિવસ ઉજવી રહી છે.  

રકુલ પ્રીત સિંહનો જન્મ 10 ઓક્ટોબર 1990ના રોજ નવી દિલ્હીમાં થયો હતો. 

રકુલ પ્રીત સિંહ દિલ્હીની રહેવાસી છે. તે પંજાબી પરિવારમાં મોટી થઈ હતી. રકુલ નાનપણથી જ અભિનેત્રી બનવાનું સપનું જોતી હતી. 

રકુલે પોતાના કરિયરની શરૂઆત મોડલિંગથી કરી હતી. મિસ ઈન્ડિયા 2011માં તે 5મી રનર અપ હતી. 

રકુલે ફિલ્મ 'યારિયાં'થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી, રકુલ ‘દે દે પ્યાર દે’, ‘રનવે 34’ અને ‘ડોક્ટર જી’ જેવી ફિલ્મોમાં જોવા મળી છે.

એક્ટિંગ અને મૉડલિંગ સિવાય તેને સ્પોર્ટ્સમાં પણ રસ છે, રકુલ તેના કૉલેજના દિવસોમાં નેશનલ લેવલની ગોલ્ફ પ્લેયર પણ રહી ચૂકી છે. 

રકુલની નેટવર્થની વાત કરીએ તો આજે અભિનેત્રી કરોડોની માલિક છે. તે એક ફિલ્મ માટે લગભગ 3 કરોડ રૂપિયા ચાર્જ કરે છે.

રકુલની માસિક આવક 50 લાખ રૂપિયાની આસપાસ છે. તેની કુલ સંપત્તિ 49 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.