રકુલ પ્રીત સિંહ તેના બોયફ્રેન્ડ જેકી ભગનાની સાથે લગ્ન કરવા જઈ રહી છે
મીડિયા રિપોર્ટ મુજબ કપલ ફેબ્રુઆરી 2024 માં ગોવામાં લગ્ન કરશે. હવે તેમના લગ્નની તારીખ પર અપડેટ આવ્યું છે.
મીડિયા રિપોર્ટ મુજબ ગોવામાં 19 અને 20 ફેબ્રુઆરીએ રકૂલ અને જેકી ના લગ્નના ફંક્શન શરૂ થશે.
ત્યારબાદ 21 ફેબ્રુઆરીએ રકૂલ પ્રીત સિંહ અને જેકી ભગનાની લગ્નના બંધનમાં બંધાશે.
રિપોર્ટ અનુસાર, કપલ તેમના લગ્નની તારીખ અને ફંક્શનને ખૂબ જ ખાનગી રાખવા માંગે છે.
કપલે તેમના ડિઝાઈનર્સથી લઈને તેના ફોટોગ્રાફર્સ સુધી તેમના લગ્ન વિશે કોઈને જાણ કરી નથી.
મીડિયા માં લગ્નના સમાચાર તો સામે આવી રહ્યા છે, પરંતુ હજુ સુધી બંને તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.
તમને જણાવી દઈએ કે, જેકી અને રકુલ વર્ષ 2021માં રિલેશનશિપમાં આવ્યા હતા.