તેલુગુ સુપરસ્ટાર ચિરંજીવીને તાજેતરમાં ભારત સરકાર દ્વારા 'પદ્મ વિભૂષણ'થી સન્માનિત કરવાની જાહેરાત કરવામાં આવી છે.

આ માટે ચિરંજીવીના પુત્ર અને ટોલીવુડ સ્ટાર રામ ચરણે એક ભવ્ય પાર્ટી આપી હતી.

જ્યાં ઘણા ફિલ્મ સ્ટાર્સ ચિરંજીવીને અભિનંદન આપવા પહોંચ્યા હતા. 

સુપરસ્ટાર ચિરંજીવીને પદ્મ વિભૂષણ એવોર્ડ મળવાની ખુશીમાં સમગ્ર ટોલીવુડ જોડાયું હતું.

ચિરંજીવીના સન્માન માટે આયોજિત પાર્ટીમાં પુષ્પા ફિલ્મના દિગ્દર્શક સુકુમારની પત્ની થાબિથા બંદ્રેડી પણ હાજર રહી હતી.

સુકુમારની પત્ની થાબિથા એ સુપરસ્ટાર રામચરણ સાથે પણ તસવીર ખેંચાવી હતી

તમને જણાવી દઈએ કે સુકુમારની પત્ની થાબિથા રામ ચરણની પત્ની ઉપાસના કામીનેનીની શ્રેષ્ઠ મિત્ર છે.

કન્નડ સુપરસ્ટાર શિવા રાજકુમારે પણ ચિરંજીવીને પદ્મ વિભૂષણ એવોર્ડ માટે અભિનંદન પાઠવ્યા છે.