સાઉથ સુપરસ્ટાર રામ ચરણ અને તેની પત્ની ઉપાસના માતા-પિતા બની ગયા છે 

રામ ચરણની પત્ની ઉપાસનાએ હૈદરાબાદની એપોલો હોસ્પિટલમાં મંગળવાર, 20 જૂને એક સુંદર બાળકીને જન્મ આપ્યો છે 

લગ્નના 11 વર્ષ બાદ રામ ચરણ અને ઉપાસનાના ઘરમાં લક્ષ્મીનો પ્રવેશ થયો છે 

અહેવાલો અનુસાર, બાળક અને માતાની સ્થિતિ સ્થિર છે અને તેઓ સ્વસ્થ છે 

મેગાસ્ટાર ચિરંજીવી અને તેમની પત્ની, સુરેખા અને કામિનેની પરિવાર નવા સભ્ય ને આવકારવા માટે ઉત્સાહિત છે.

રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે ડિલિવરી પછી ઉપાસના અને રામ ચરણ ચિરંજીવીના ઘરે શિફ્ટ થઈ જશે 

તેઓએ આ નિર્ણય લીધો કારણ કે તેઓ ઈચ્છે છે કે તેમના બાળકને તેમના દાદા-દાદી તરફથી ઘણો પ્રેમ મળે 

નાની બાળકીના આગમનના સમાચાર સાંભળીને રામ ચરણ અને ઉપાસનાના ચાહકો કપલને અભિનંદન આપી રહ્યા છે