બોલિવૂડ અભિનેતા રણદીપ હુડ્ડા અને એક્ટ્રેસ લીન લૈશરામ લગ્ન ના બંધન માં બંધાઈ ચુક્યા છે 

ફિલ્મ સ્ટારે તેની ગર્લફ્રેન્ડ લીન લેશરામ સાથે મણિપુરના પરંપરાગત રીતરિવાજો અનુસાર લગ્ન કર્યા છે. 

આ સ્ટાર કપલના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. 

તસવીરો માં સ્ટાર કપલ તેમના લગ્નની તમામ વિધિઓ ખૂબ જ સુંદર અંદાજમાં નિભાવતા જોવા મળી રહ્યા છે. 

અભિનેતા રણદીપ હુડ્ડા અને અભિનેત્રી લીન લેશરામની જૈમાલા સામાન્ય જૈમાલાથી તદ્દન અલગ હતી

આ દરમિયાન બંને મિતાઈ પરંપરાના પરંપરાગત પોશાકમાં જોવા મળ્યા હતા. 

બંને સ્ટાર્સે મણિપુરની મિતાઈ લગ્ન પરંપરા મુજબ એકબીજા સાથે લગ્ન કર્યા. 

લગ્નના એક દિવસ પહેલા બંનેએ મંદિરમાં પહોંચીને શુભ કાર્ય પહેલા ભગવાનના આશીર્વાદ લીધા હતા.