રણવીર સિંહ અને આલિયા ભટ્ટ ટૂંક સમયમાં કરણ જોહર દ્વારા નિર્દેશિત ફિલ્મ રોકી ઔર રાની કી પ્રેમ કહાની માં સાથે જોવા મળશે 

આ પહેલા બંનેએ મનીષ મલ્હોત્રાની ઈવેન્ટમાં રેમ્પ વોક કર્યું હતું, જ્યાં રણવીરે પોતાના સ્વેગથી બધાના દિલ જીતી લીધા હતા 

મનીષ મલ્હોત્રાએ મુંબઈમાં બ્રાઈડલ કોચર શોનું આયોજન કર્યું હતું. આ શોમાં આલિયા ભટ્ટ પણ પહોંચી હતી 

રણવીર સિંહનું રેમ્પ વોક ઘણા કારણોસર ચર્ચામાં છે. આ દરમિયાન તેણે પત્ની દીપિકા પાદુકોણને ગાલ પર કિસ કરી હતી 

શો માટે, આલિયાએ બ્લેક અને સિલ્વર લહેંગા પહેર્યો હતો જેમાં તે ખુબ જ સુંદર લાગતી હતી 

શો માટે રણવીર સિંહે અનારકલીકુર્તો પહેર્યો હતો. તેનો લુક અને વોક જોઈને ચાહકોને તેના આઇકોનિક પાત્ર બાજીરાવની યાદ આવી હતી 

રેમ્પ વોક દરમિયાન, રણવીર સિંહ  મુકેશ અંબાણી સાથે વાતચીત કરતો જોવા મળે છે

રણવીર સિંહ અને આલિયા ભટ્ટ શો ના શો સ્ટોપર હતા તેમને મનીષ મલ્હોત્રા સાથે પોઝ આપ્યો હતો