આ દિવસોમાં રવિના તેના અપકમિંગ વેબ શો 'કર્મા કોલિંગ' માટે ચર્ચામાં છે.  

શોના રિલીઝ પહેલા અભિનેત્રી ભગવાનની પૂજામાં લીન જોવા મળી રહી છે.  

તાજેતરમાં રવિના ટંડને તેની પુત્રી રાશા થડાની સાથે સોમનાથ જ્યોતિર્લિંગ ના પવિત્ર મંદિરની મુલાકાત લીધી હતી.

તેમની પવિત્ર યાત્રાની ઘણી તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે. 

આ યાત્રા ની તસવીરો રાશા થડાની એ તેના સોશિયલ મીડિયા પર શેર કરી છે. 

દર્શન માટે રવિના ટંડને કોટન મલ્ટી કલરની સાડી પહેરી હતી. સાથે તેને તેના વાળ ખુલ્લા રાખ્યા છે અને હળવો મેક-અપ કર્યો છે.

બીજી તરફ રાશા થડાની એ ગુલાબી કલર નો અનારકલી સૂટ પહેર્યો છે અને સાથે પીળા કલર નો દુપ્પટો લીધો છે 

છેલ્લા કેટલાક સમયથી રવિના ટંડન  12 જ્યોતિર્લિંગના દર્શન કરી રહી છે. તે તેની સાથે પુત્રી રાશા ને પણ લઈ જાય છે.