બોલિવૂડ એક્ટ્રેસ રવિના ટંડન તેની આગામી ફિલ્મ 'વેલકમ 3' માં તેના ભૂતપૂર્વ બોયફ્રેન્ડ અક્ષય કુમાર સાથે જોવા મળશે.  

માતા રવીના ની જેમ તેની દીકરી રાશા આ દિવસોમાં ગ્લેમર ઈન્ડસ્ટ્રીમાં ઘણી ચર્ચામાં છે. 

દિવાળી ની ઉજવણી બાદ બોલિવૂડ એક્ટ્રેસ રવિના ટંડન તેની દીકરી રાશા થડાણી સાથે કેદારનાથ ધામ પહોંચી હતી.

રાશાએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેદારનાથની યાત્રાની કેટલીક સુંદર તસવીરો શેર કરી છે.

રવીના ટંડન અને તેની દીકરી રાશા  હેલિકપટર દ્વારા કેદારનાથ ધામ પહોંચી હતી. 

આ પછી અભિનેત્રીએ તેની પુત્રી સાથે બાબા કેદારની પૂજા કરી અને બાબાનો રુદ્રાભિષેક પણ કર્યો.

આ દરમિયાન રવિના ટંડન યલો કલરના કુર્તામાં તેમજ રાશા બ્લેક ટોપ, ગ્રે પેન્ટ અને જેકેટ પહેરેલી જોવા મળી હતી

મા અને દીકરી બંને ચંદન નો લેપ અને કપાળ પર લાલ તિલક લગાવીને શિવની ભક્તિમાં મગ્ન જોવા મળ્યા હતા