પાચનતંત્ર અને પાચનશક્તિ ને મજબૂત બનાવવા ના ઉપાય અને ટિપ્સ..
TV. મોબાઈલ અથવા વાતો કરતા કરતા ન જમો અને વ્યવસ્થિત ચાવીને જમો તેમજ જમ્યા પછી 5 મિનિટ મીડીયમ સ્પીડ થી ચાલો.
દિવસ માં એક વખત સારા બેક્ટેરિયા શરીર માં આવે એવું ભોજન જમો..જેમકે દહીં, છાશ, કાળી દ્રાક્ષ, કેળું, સફરજન, ઓટ્સ, જવ, લીલા શાકભાજી વગેરે.
વધારે ગળ્યું કે તીખું- તેલ વાળું, ગળ્યું કે જન્કફૂડ થી દૂર રહો.
3 કલાક ના ગેપ માં થોડું થોડું જમતા રહો, લાંબો સમય ભૂખ્યા ન રહો.
જમ્યા પછી 1 ચમચી વરિયાળી ચાવી જાઓ.
ઘણા બધા પ્રકાર ના ભોજન એક સાથે ન જમો. જેમકે ભોજન સાથે કાચું સલાડ કે રોટલી-શાક સાથે દાળ-ભાત. એક સમયે કોઈપણ એક પ્રકારનું ભોજન જ જમો જેથી પાચનતંત્ર પર ભાર ઓછો પડે અને એ નબળું બનતું અટકે.
જમ્યા પછી તરત ન સુવો, 2 કલાક પછી સુઈ શકો છો.
આદુ ને ખાંડી પાણી માં નાખી ઉકાળી ને હૂંફાળું હોઈ ત્યારે ઘૂંટડે ઘૂંટડે પીવાથી પાચનશક્તિ મજબૂત બને છે.
સાંજ ના સમયે પ્રોટીન વાળો ખોરાક ન લેવો.
આલ્કોહોલ અને સ્મોકિંગ થી દૂર રહો.
સાંજે સુવો એના 3 કલાક પેહલા ડિનર કરી લો.
નોંધ - કોઈપણ આયુર્વેદિક ઈલાજ કરતા પહેલા વૈદ્ય/ડોક્ટરની સલાહ જરૂર લો.