'વેલકમ'નો ત્રીજો ભાગ આવવાનો છે. આ ભાગમાં સંજય દત્ત અને અરશદ વારસી સિવાય એક અભિનેત્રી પણ જોવા મળશે. 

'વેલકમ'માં કેટરિના કૈફ સાથે અક્ષય કુમારની જોડી હતી. શ્રુતિ હાસનને 'વેલકમ બેક'માં જોન અબ્રાહમ સાથે કાસ્ટ કરવામાં આવી હતી.

રિપોર્ટ્સ અનુસાર, પરેશ રાવલ પણ વેલકમ 3નો ભાગ છે. આ ફિલ્મમાં તે ડોક્ટર ઘુંગરૂના તેના આઇકોનિક પાત્રને ફરીથી રજૂ કરશે 

મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે રવિના ટંડન અને અક્ષય કુમારની જોડી 'વેલકમ 3'માં જોવા મળશે.

અક્ષય કુમાર અને રવિના ટંડને 1990ના દાયકામાં સાથે ઘણી ફિલ્મો કરી હતી. બંનેના ડેટિંગની અફવા પણ ઉડી હતી.

સમાચાર એ પણ આવ્યા હતા કે અક્ષય કુમારે રવિના ટંડન સાથે ગુપ્ત રીતે સગાઈ કરી લીધી હતી 

ત્યારબાદ બન્ને ના બ્રેકઅપ ના સમાચાર પણ આવ્યા હતા.

હાલમાં વેલકમ ટુ ધ જંગલ પ્રી-પ્રોડક્શન સ્ટેજમાં છે. મેકર્સ તેને 2024માં ક્રિસમસ પર રિલીઝ કરવાની યોજના બનાવી રહ્યા છે.