રિચા ચઢ્ઢા અને અલી ફઝલ જલ્દી જ માતા-પિતા બનવાના છે. કપલે સોશિયલ મીડિયા પર પ્રેગ્નન્સી ની જાહેરાત કરી છે. 

રિચા અને તેના પતિ અલી ફઝલે પોત પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી જોઈન્ટ પોસ્ટ કરીને ચાહકો સાથે આ સમાચાર શેર કર્યા છે 

રિચા અને અલી એ બે તસવીરો શેર કરી છે. જેમની એક તસવીરમાં અનોખું સમીકરણ 1 + 1 = 3 લખેલું છે. 

તો બીજી તસવીર માં રિચા અને અલી ફઝલ એકબીજાની આંખોમાં ખોવાયેલા જોવા મળે છે. 

રિચા અને અલી એ પોસ્ટના કેપ્શનમાં લખ્યું છે, "એક નાનો ધબકારો એ અમારી દુનિયાનો સૌથી મોટો અવાજ છે."

રિચા અને અલી ની આ પોસ્ટ પર ચાહકો અને બોલિવૂડ સેલેબ્સ કમેન્ટ કરી રહ્યા છે.  

રિચા અને અલી વચ્ચે પ્રેમ ની શરૂઆત તેમની ફ્રેન્ચાઇઝી ફુકરે ના સેટ પર થઇ હતી  

રિચા અને અલી એ વર્ષ 2022 માં તેમના મિત્રો અને પરિવારની હાજરીમાં લખનૌ માં ભવ્ય લગ્ન કર્યા હતા.