બિગ બોસ 9 ફેમ કીથ સિક્વેરા અને રોશેલ રાવ માતાપિતા બન્યા છે. 

ધ કપિલ શર્મા માં જોવા મળેલી રોશેલે દીકરીને જન્મ આપ્યો છે. 

કપલે આ સારા સમાચાર તેમના ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ દ્વારા ચાહકો સાથે શેર કર્યા છે.

દંપતીએ તેમના ઇન્સ્ટાગ્રામ પર આ ખુશખબર સાથે બાળકીનું નામ પણ જણાવ્યું.

કીથ સિક્વેરા અને રોશેલ રાવે તેમની પુત્રીનું નામ સીકેરા રાખ્યું છે.

રોશેલ રાવ અને કીથ સિક્વેરાનું મેટરનિટી શૂટ ખૂબ વાયરલ થયું હતું.

આ દરમિયાન કપલે એક સાથે ખૂબ જ રોમેન્ટિક પોઝ આપ્યા હતા

તેના ચાહકોને તેની બોલ્ડ સ્ટાઈલ ખૂબ પસંદ આવી પરંતુ ઘણા લોકોએ તેમને ટ્રોલ પણ કર્યા.