ફિલ્મ 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની'નું ટીઝર રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મથી કરણ જોહર લાંબા સમય બાદ દિગ્દર્શનમાં વાપસી કરી રહ્યો છે.
રણવીર સિંહ અને આલિયા ભટ્ટની જોડી ફરી એકવાર પડદા પર જોવા મળશે. આ ફિલ્મ 28 જુલાઈ એ થિયેટર માં રિલીઝ થશે
રણવીર-આલિયા ઉપરાંત તેમાં શબાના આઝમી, ધર્મેન્દ્ર, જયા બચ્ચન સહિતના અન્ય કલાકારો છે.મોટા બજેટની આ ફિલ્મ માટે તમામ કલાકારોની ફી પણ તગડી છે
હાલમાં આલિયા ભટ્ટ બોલિવૂડની ટોચની અભિનેત્રી છે. આ ફિલ્મમાં તે રાણી બની છે. અહેવાલ છે કે આલિયાની ફી લગભગ 10 કરોડ છે
જયા બચ્ચન બોલિવૂડની પસંદગીની ફિલ્મોમાં જ દેખાય છે. કરણ જોહરની ફિલ્મ માટે જયા બચ્ચનની ફી 1 કરોડ હોવાનું કહેવાય છે
પીઢ અભિનેતા ધર્મેન્દ્રને લાંબા સમય બાદ મોટા પડદા પર જોવા માટે ચાહકો ખૂબ જ ઉત્સાહિત છે. રિપોર્ટ્સ અનુસાર, આ ફિલ્મ માટે તેની ફી 1 કરોડ રૂપિયા છે
શબાના આઝમી આ ફિલ્મમાં ચાહકોને ચોંકાવવા માટે તૈયાર છે. અહેવાલો અનુસાર, તેણે તેના પાત્ર માટે 1 કરોડ રૂપિયા લીધા છે