પ્રખ્યાત ટીવી અભિનેત્રી રૂબીના દિલાઈક આ દિવસોમાં તેના પ્રેગ્નન્સી પીરિયડને એન્જોય કરી રહી છે. 

રૂબીના દિલાઈક અને અભિનવ શુક્લા તેમના પ્રથમ બાળકનું સ્વાગત કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. 

હવે રૂબીના દિલાઈક તેના ગર્ભાવસ્થાના ફોટોશૂટને કારણે સોશિયલ મીડિયા પર ચર્ચામાં આવી છે.

હાલમાં જ રૂબીના એ તેના પતિ અભિનવ શુક્લા સાથે બોલ્ડ પ્રેગ્નન્સી ફોટોશૂટ કરાવ્યું હતું, જેના કારણે તે ટ્રોલનો શિકાર બની હતી.

લેટેસ્ટ પ્રેગ્નન્સી ફોટોશૂટમાં, રૂબીના એ તેના બેબી બમ્પને ફ્લોન્ટ કરતી વખતે ખૂબ જ બોલ્ડ આઉટફિટ પહેર્યો હતો. 

આ બોલ્ડ પ્રેગ્નન્સી ફોટોશૂટ માં રૂબિના દિલાઈક સાથે તેનો પતિ અભિનવ શુક્લા પણ જોવા મળી રહ્યો છે.

મેટરનિટી ફોટોશૂટમાં રૂબીના દિલાઈકે ગોલ્ડન જ્વેલરી સાથે સફેદ ડ્રેસ પહેર્યો છે.તેમજ અભિનવ શુક્લા પણ વ્હાઇટ કલરના આઉટફિટમાં જોવા મળે છે.

આ પ્રેગ્નન્સી ફોટોશૂટમાં રૂબીના દિલાઈક અને તેના પતિ અભિનવ શુક્લા રોમેન્ટિક જોવા મળી રહ્યા છે.