સમંથા રૂથ પ્રભુએ તેના સહ કલાકાર વરુણ ધવન સાથે લંડનમાં સિટાડેલ પ્રીમિયરમાં હાજરી આપી હતી 

આ આગામી વેબ સિરીઝમાં પ્રિયંકા ચોપરા અને રિચર્ડ મેડન મુખ્ય ભૂમિકામાં છે 

આ વેબ સિરીઝના હિન્દી વર્ઝનમાં અભિનેત્રી સમંથા રૂથ પ્રભુ અને વરુણ ધવન જોવા મળશે 

'સિટાડેલ'ના પ્રીમિયરમાં વરુણ ધવન અને સામંથા પ્રભુની હાજરીએ આકર્ષણમાં વધારો કર્યો હતો 

લંડનમાં આ ભવ્ય પ્રીમિયરમાં અભિનેત્રી સમંથા રૂથ પ્રભુ ખૂબ જ સુંદર બ્લેક ડ્રેસમાં જોવા મળી હતી 

તેણે ફિટિંગ બ્લેક ક્રોપ ટોપ અને મેચિંગ એન્કલ લેન્થ સ્કર્ટ પહેર્યો હતો, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી 

સમંથા એ  સ્નેક નેકલેસ અને સ્નેક બ્રેસલેટ સાથે પોતાનો લુક પૂરો કર્યો હતો 

તમને જણાવી દઈએ કે સમંથા અગાઉ રાજ-ડીકે સાથે વેબ સિરીઝ ધ ફેમિલી મેન 2માં કામ કરી ચૂકી છે