ટીવી અભિનેત્રી સંગીતા ઘોષ આજે જાણીતું નામ છે. 

18 ઓગસ્ટ 1976ના રોજ જન્મેલી સંગીતા ટીવી એક્ટ્રેસની સાથે મોડલ પણ રહી ચુકી છે 

સંગીતાએ માત્ર 10 વર્ષની ઉંમરે પોતાના કરિયરની શરૂઆત કરી હતી.

આજે પણ ફેન્સ તેને ‘દેસ મે નિકલા હોગા ચાંદ’ સિરિયલની પરમિંદર કૌરના નામથી જ ઓળખે છે 

આ સિરિયલમાં અભિનેત્રીએ ખાસ ભૂમિકા ભજવી હતી અને તેને લોકોનો ઘણો પ્રેમ પણ મળ્યો હતો 

તેણે 'મહેંદી તેરે નામ કી', 'કહેતા હૈ દિલ જી લે જરા' અને 'નચ બલિયે' જેવા શોમાં પણ કામ કર્યું છે 

સંગીતા ઘોષના લગ્ન રાજસ્થાનના જાણીતા પોલો પ્લેયર રાજવી શૈલેન્દ્ર સિંહ રાઠોડ સાથે થયા છે 

બંનેની મુલાકાત ત્યારે થઈ જ્યારે સંગીતા જયપુરમાં ઘોડેસવારી શીખી રહી હતી. ત્યારે શૈલેન્દ્ર જ તેને ઘોડેસવારી શીખવતો હતો.