29 જુલાઇ 1959ના રોજ સુનીલ દત્ત અને નરગીસના ઘરે જન્મેલા સંજય દત્તે પોતાના દમદાર અભિનયથી દુનિયાભરના દર્શકોના દિલ જીતી લીધા છે
1981માં ફિલ્મ રોકીથી બોલિવૂડમાં એન્ટ્રી કરનાર સંજય દત્તે અત્યાર સુધીમાં 187થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. જેમાં હીરોથી લઈને વિલન સુધીના પાત્રોનો સમાવેશ થાય છે
સંજય દત્તની ફિલ્મો કરતાં પણ વધુ તેની લવ લાઈફ લાઈમલાઈટમાં રહી છે. અભિનેતાએ તેની બાયોપિક 'સંજુ'ની રિલીઝ દરમિયાન ઘણા મોટા ખુલાસા કર્યા હતા
પોતાની લવ લાઈફ પરથી પડદો ઉઠાવતા સંજયે કબૂલાત કરી હતી કે તેના અત્યાર સુધી લગભગ 308 છોકરીઓ સાથે સંબંધ રહી ચુક્યા છે
સંજય દત્તે એ પણ સ્પષ્ટ કર્યું હતું કે તે એક સમયે એક કે બે નહીં પરંતુ ત્રણ યુવતીઓ સાથે સંબંધમાં હતો.
સંજય દત્તે 1987માં રિચા શર્મા સાથે લગ્ન કર્યા હતા. લગ્નના થોડા દિવસો બાદ રિચાને બ્રેઈન ટ્યુમર થઈ ગયું હતું, જેના માટે તે સારવાર માટે અમેરિકા ગઈ હતી
એક સમયે સંજયના અફેરની ચર્ચા જોરમાં હતી. તેની શરૂઆત ટીના મુનીમ સાથે અભિનેતાના જોડાણથી થઈ હતી. આ સિવાય એક્ટરનું નામ માધુરી દીક્ષિત અને રેખા જેવી સુંદરીઓ સાથે પણ જોડાઈ ચૂક્યું છે
અફેર સિવાય સાજુ બાબા પોતાના ત્રણ લગ્નને લઈને પણ ચર્ચામાં રહ્યા છે. સંજયે પહેલા રિચા સાથે લગ્ન કર્યા હતા. બીજી વખત તેને રિયા પિલ્લાઈ સાથે લગ્ન કર્યા હતા, પરંતુ કેટલાક કારણોસર બંનેએ છૂટાછેડા લઈ લીધા. પછી સંજુ બાબાએ માન્યતા સાથે લગ્ન કર્યા અને તેને પત્નીનો દરજ્જો આપ્યો