ભારતીય ટીમના સ્ટાર ક્રિકેટર પૃથ્વી શૉ પર આ વર્ષે ફેબ્રુઆરીમાં સોશિયલ મીડિયા પ્રભાવક સપના ગિલ દ્વારા છેડતી અને મારપીટનો આરોપ લગાવવામાં આવ્યો હતો
પોલીસે સોમવારે મેજિસ્ટ્રેટ કોર્ટને જણાવ્યું કે સપના ગિલના આરોપો ખોટા અને પાયાવિહોણા છે.આ મામલાની તપાસ કરી રહેલા અધિકારીએ કોર્ટમાં પોતાનો રિપોર્ટ પણ રજૂ કર્યો હતો
સપના ગિલ અને પૃથ્વી શો વચ્ચેના ઝગડા ના કેટલાક વીડિયો પણ સામે આવ્યા હતા. બંને પક્ષોએ એકબીજા પર હુમલાનો આરોપ લગાવ્યો હતો
સપના ગિલે આઈપીસીની કલમ 354, 509, 324 હેઠળ બેટથી માર મારવા અને છેડતી સહિતના કેટલાક મામલામાં ફરિયાદ નોંધાવી છે
સપનાએ આ ફરિયાદ નોંધાવતી વખતે સરકારી હોસ્પિટલનું મેડિકલ સર્ટિફિકેટ પણ આપ્યું છે. જેમાં જાતીય અત્યાચારનો પણ ઉલ્લેખ છે
પોલીસે જે પબમાં ઘટના બની ત્યાં હાજર સાક્ષીઓના નિવેદનો નોંધ્યા છે. પોલીસે કહ્યું કે વીડિયો ફૂટેજ જોતાં એવું લાગતું નથી કે પૃથ્વી શો અને અન્ય લોકો એ સપનાની છેડતી કરી હોય