બોલિવૂડ એક્ટર વિકી કૌશલ અને સારા અલી ખાનની ફિલ્મ 'જરા હટકે જરા બચકે'ને સિનેમાઘરોમાં જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે.
ખૂબ જ ઓછા બજેટમાં બનેલી આ ફિલ્મે અત્યાર સુધી માત્ર ચાર દિવસમાં બોક્સ ઓફિસ પર 26.73 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે
વિકી અને સારા 'જરા હટકે જરા બચકે'ને મળી રહેલા જબરજસ્ત પ્રતિસાદ માટે ભગવાનનો આભાર માનવા મુંબઈના સિદ્ધિવિનાયક મંદિરની મુલાકાત લીધી હતી
આ દરમિયાન સારા અલી ખાને સફેદ રંગનો સૂટ પહેર્યો હતો, ત્યાં અભિનેતા વિકી કૌશલ પણ સફેદ કુર્તા-પાયજામામાં જોવા મળ્યો હતો
વિકી કૌશલ અને સારા અલી ખાન તેમની ફિલ્મ 'જરા હટકે જરા બચકે'ની સફળતા માટે પાપારાઝી ને મીઠાઈઓ વહેંચતા જોવા મળ્યા હતા
લક્ષ્મણ ઉતેકર દ્વારા નિર્દેશિત વિકી કૌશલ અને સારા અલી ખાનની ફિલ્મ 'જરા હટકે જરા બચકે' 2 જૂનના રોજ સિનેમાઘરોમાં આવી હતી