બોલિવૂડ એક્ટ્રેસ સારા અલી ખાન આ દિવસોમાં તેની આગામી ફિલ્મ 'જરા હટકે, જરા બચકે'ને લઈને ચર્ચામાં છે. 

ફિલ્મની રિલીઝ પહેલા સારા અલી ખાન મહાકાલ બાબાના દર્શન કરવા ઉજ્જૈન પહોંચી અને ભસ્મ આરતીમાં ભાગ લીધો 

આ દરમિયાન તે નંદી હોલમાં બાબા મહાકાલની ભક્તિમાં તલ્લીન જોવા મળી હતી 

ભસ્મ આરતી બાદ અભિનેત્રી સારા અલી ખાન કોટી તીર્થ કુંડ પણ પહોંચી હતી 

જેમાં તેણે લગભગ એક કલાક સુધી ઓમ નમઃ શિવાયનો જાપ કરતા ધ્યાન કર્યું 

જે બાદ તે સવારે સાત વાગ્યે મહાકાલ મંદિરમાં થનારી આરતીમાં પણ સામેલ થઈ હતી 

સારા અલી ખાન હાલમાં જ ફિલ્મ 'ગેસલાઈટ'માં જોવા મળી હતી. આ ફિલ્મ ડિઝની પ્લસ હોટસ્ટાર પર રિલીઝ થઈ હતી.

સારાની આગામી ફિલ્મોમાં એ મેરે વતન કે લોગોનો સમાવેશ થાય છે, જે એમેઝોન પ્રાઇમ વિડિયો પર રિલીઝ થશે.