બોલિવૂડ અભિનેત્રી સારા અલી ખાન શિવ ભક્ત છે. સારા અવારનવાર શિવ મંદિરમાં જોવા મળે છે.  

આ વખતે સારા એ મહારાષ્ટ્રમાં ઘૃષ્ણેશ્વર જ્યોતિર્લિંગની મુલાકાત લીધી હતી. 

સારાએ ઈન્સ્ટાગ્રામ પર મંદિરની અંદરની કેટલીક તસવીરો શેર કરી છે.  

આ તસવીરોમાં તે મહાદેવની ભક્તિમાં મગ્ન જોવા મળી રહી છે.

આ ઉપરાંત સારાએ ભગવાન નંદીના કાનમાં પોતાની ઈચ્છાઓ પણ વ્યક્ત કરી હતી . 

સારા એ મંદિરના ફોટા શેર કરતા લખ્યું કે ‘જય ભોલેનાથ’.

સારા ની મહાદેવ પ્રત્યેની ભક્તિએ લોકોના દિલ જીતી લીધા છે.

સારા અલી ખાન ની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.