દર વર્ષની જેમ આ વર્ષે પણ બોલિવૂડ સ્ટાર શિલ્પા શેટ્ટી ગણપતિ ઉત્સવ ધામધૂમથી ઉજવવાની તૈયારી કરી રહી છે. 

અભિનેત્રી શિલ્પા શેટ્ટી તેના પતિ રાજ કુન્દ્રા સાથે ગણપતિ બાપ્પાની મૂર્તિ લેવા આવી હતી.

ફિલ્મ સ્ટાર શિલ્પા શેટ્ટી તેના પતિ સાથે જોવા મળી હતી. અહીં પણ રાજ કુન્દ્રા મીડિયા ના કેમેરાથી પોતાનો ચહેરો છુપાવતો જોવા મળ્યો હતો. 

ચહેરા છુપાવવાના કારણે રાજ કુન્દ્રા ટ્રોલર્સ ના નિશાના પર આવ્યો હતો.  

એક યુઝરે કોમેન્ટ કરી અને લખ્યું, 'તમે તમારો ચહેરો કેમ છુપાવો છો?' તો એકે લખ્યું, 'તમારો ચહેરો બતાવો'

આ પહેલીવાર નથી જ્યારે રાજ કુન્દ્રા ચહેરો છુપાવવા બદલ ટ્રોલ થયો હોય.

પોર્નોગ્રાફી કેસ બાદથી રાજ કુન્દ્રા મીડિયાથી પોતાનો ચહેરો છુપાવી રહ્યો છે.

અભિનેત્રી શિલ્પા શેટ્ટીના આ સુંદર ગણપતિને જોવા માટે લોકોની ભીડ ત્યાં ઉમટી પડી હતી.